Monday, 6 February 2017

Taari yaad

પ્રેમ નામે આ પંખીડું મારા મનમાં ભમતું  રે
કે સાથી તારા સાથનું સપનું મનમાં ફરતું રે
રસ ભરેલા  તારા હોઠોનું પાણી તરસ મારી જગાવે
તારી બાહો તારા આંચળ માં મારે બેસી રેહવું રે
માથાની ચિંતારેખાને  પળમાં  હળવી કરીયે
લલાટે તારા શાસ્વત આપું પ્રીત નું ચુંબન રે
સ્પર્શ કર્યો એ ગાલો  પર પેહલા પ્રેમ ની બોણી નો
મુલાયમ તારા ગાલો  પર એ સ્મિત છે હળવું રે
પાંપણ તારી એવી ફરકતી જેમ નદીનું પાણી
તારી ઊંડી ઊંડી આંખો  મારા સ્વપ્નો  ચોરે રે
મારા હાથોથી તારા અંગ અંગ પાર છાપ એવી છે છોડી
તારા અંતરના એક એક  અંશમાં મારું નામ  વસેલું રે
પ્રેમ માં એવી તાકાત છે કે હિમ્મત જગાવી દે
તારા મારા પ્રેમ માં એવી વાત અનેરી રે
ભૂલવું હોય તો ભૂલી જવાય આ વાત બી એવી છે
પણ મનમાં તારા સાથનું  બળવું  બંડ  પોકારે રે
સુ સાચું સુ ખોટુ  એ સૌ કોઈ જાણે છે
જો આ દુનિયાજ  હોય એવી તો શું કરવું રે
સમય જતે  થોડી ઈચ્છા  જીવવામાં ખોટું  શું છે
તેજ મને  આ વાત સમજાવી હવે કેમ ફરે છે રે
તું કઈ સ  મને તો થોભી જઈશ  હું જેમ જ્યાં ચુ ત્યાં
પણ શુંકારણ આ બંદિશ કરવી એટલું સમજવું રે


No comments:

Post a Comment