સંતોષ
મારૂ જીવન ખુશ પણ છે અને સંતોષમય પણ છે. જે જે વ્યક્તિઓને પ્રેમ કર્યો એ સૌ ની યાદો છે, મુખ પર હાસ્ય લાવતી વાતો છે. આસપાસ મિત્રોનો અમૂલ્ય ખજાનો છે. જેને જેને પ્રેમ કર્યો એ દરેક વ્યક્તિ ની આઁખોં માં પ્રેમ દેખાય છે (ભાઈ પ્રેમ સ્ત્રીઓ થી જ નહિ પણ મિત્રો થી પરિવારો થી એટલોજ મહત્વનો છે, જેમ પ્રેમી પંખીડા એકમેક ના પ્રેમ માં અંધ બની જાય છે એમ ક્યારેક મિત્રોના કે માં બાપ ના પ્રેમ માં પાગલ થઇ ને જુઓ ) વરસો પછી પણ કોઈ મળે છે ત્યારે મિલન ના આનંદ થી આંખો માં ચમક હોય છે. આખો ચોરવી નથી પડતી, હા ક્યારેક દયા એ લોકોની આવે છે જે લોકો પાસે યાદોજ નથી અથવા યાદ રાખવાની હિમ્મત નથી.જે સ્મિત કરતા કરુંણતા લાવે છે. મારા કોન્ટાક્ટ માં ફ્રેંડ્સ વધુ છે ભાગ્યેજ કોઈ બ્લોક લિસ્ટ માં હશે. એમ કહું તો અભાગ્યો। બધાજ સબંધો ભરપૂર ગોઠવાયેલા છે મિત્રો ગાળ આપીને બોલાવે કે પછી માતાજી રાળ પાડીને બોલાવે। માતાકે પિતા ની સામે આવતા ના તો મારુ શીશ ઝૂકે છે કે ના કોઈકની સાથે વાત કરતા નઝર ઝૂકે છે. હા માણસ છુ ક્યારેક નબળો પડી જાઉં છું, ભૂલ પણ કરી બેસું છું. પણ કુદરત ની અઘરી કરામત છે કે જયારે મન ખોટી દિશા માં વળે કે ત્યાંજ ટકોર આપીને પડખું વાળી દે છે બેટા, આ કરવા દાનવ ની નીતિ અને મગર ની ચામડી જોઈએ અને આ તારા બસનું નથી. ચૂપ ચાપ સીધે રસ્તે ચાલ.પ્રયત્ન કરે તો ભૂલ કરે, જે સમજે, સ્વીકાર કરે, શીખે, દુઃખ ભૂલે પણ ભૂલ યાદ રાખે અને ફરી હિમ્મત કરે આગળ વધે એજ ખરો માનવી છે.
પોતાનું જીવન પોતાના આદર્શો પર જીવ્યા છીએ, સમય ના માંગે તો ભલામણ લીધી અને જયારે જરૂર પડી ત્યારે પોતે નિર્ણયો પણ લીધા, સુખ અને દુઃખ ના ત્રાજવે જીવન ની સરખામણી શું કરું આ તો અસીમ અનુભવ છે. જીવન મારુ અમૂલ્ય ભેટ છે એની દરેક પળ ને આત્માના દરેક અંશથી હૃદય ના દરેક શ્વાસ સુધી સાચા મન થી માણી છે. પ્રસંગે પ્રસંગે અનુભૂતિઓ મને તૈયાર કરતી જાય છે. હા કદાચ હું ચીંતાતુર હોય સકું પરંતુ દુઃખી નથી, નિરાશ નથી. મને કોઈ ધોકો નથી આપતું કારણ હું. કારણકે ધોકો લોકો નહિ પણ એમની પરિસ્થિ આપે છે. આશા, નિરાશા, વિશ્વાસ, ગુસ્સો, પ્રેમ, ચિંતન આ બધું કુદરતે આપેલી ભાવનાઓ માત્ર છે. એને વ્યક્ત કરવી એ કશું ખોટું નથી. અંતે હું મારા જીવન થી તૃપ્ત છું મને વિશ્વાસ છે મારા પર કે અંતે હું બધું વ્યવસ્થિત કરી લઈશ. કારણકે થોડી કુદરત મારામાં પણ છે.અને એજ અતિ મહત્વનું છે.